હિન્દ ન્યુઝ, વડોદરા
માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ,વડોદરા ખાતે સંરક્ષણ ભરતી પૂર્વેની નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા માટે પૂર્વેના ઉમેદવારોની ફીઝકલ ચકાસણી (સ્ક્રુટીની)કેમ્પ યોજવામાં આવ્યો હતો.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર)કચેરી, તરસાલી વડોદરા દ્વારા સંરક્ષણ ક્ષેત્ર જેમાં આર્મી, નેવી, એરફોર્સ, પેરા મીલીટરી ફોર્સ, પોલીસ, ફોરેસ્ટ, સીકયુરીટી વિવિધ ભરતી માટે વડોદરા જીલ્લાના ઉમેદવારોને તક મળે તે માટે આજરોજ ભરતી મેળો યોજાયો હતો. જેમાં શારીરિક અને લેખિત પરિક્ષામાં સારો દેખાવ કરે તે માટે નવેમ્બર માસમાં ૯૦ ઉમેદવારોને ૩૦ દિવસની ફ્રી રેસુડેન્સીયલ તાલીમ યોજવામાં આવનાર છે .જેમાં ઉમેદવારોની પસંદગી કરવા માટે માંલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ફ્રી તાલીમ લેવા માંગતા ઉમેદવારો માટે અરજી સ્ક્રુટીની કેમ્પ રાખવામાં આવ્યો હતો.
આ ભરતી મેળામાં ૫૦ થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમની રનીંગ, ઉંમર, ઉંચાઈ, વજન અને છાતી તપાસ કરીને મેડિકલ કરવામાં આવશે. જેમાં ફીટ ઉમેદવારોને ૨૪૦ કલાકની (૩૦ દિવસ)ની તાલીમ, એસ આર પી એફ ગ્રુપ ૯, મકરપુરા ખાતે યોજાશે. સંરક્ષણ ક્ષેત્રની ભરતીમાં તાલીમાર્થીઓની રહેવા, જમવાની, કલાસ કોચીંગ સાથે જ સાહિત્ય વિના મૂલ્યે પુરું પાડવામાં આવશે. તેમજ એક્સ સર્વીસમેન તેજ તજજ્ઞ ફેકલ્ટી દ્વારા શારીરિક અને લેખિત પરિક્ષાની તાલીમ આપવામાં આવશે.
મહત્વનું છે કે, ૮૦% હાજરી ધરાવતા તાલીમાર્થીને દૈનિક ૧૦૦/- રૂપિયા સ્ટાઈપન્ડ ચુકવવામાં આવશે. જે ઉમેદવારોએ અરજી કરેલ નથી તેઓને દિન ૨ માં મદદનીશ નિયામક( રોજગાર )ની કચેરી, તરસાલી, વડોદરા ખાતે રુબરુ સંપર્ક કરવા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણે જણાવાયું છે