હિન્દ ન્યુઝ, રાજકોટ
ભારતની ટોચની ૫૦૦ કંપનીઓમાં દેશના યુવાનોને ઇન્ટર્નશિપમાં જોડાવાની તક મળી રહે તે હેતુસર ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. યુવાનો આ યોજનાનો લાભ લેવા માટે http://pminternship.mca.gov.in વેબસાઇટ પર નામ નોંધણી કરાવી શકે છે. આ યોજનમાં નોંધણી કરાવવા માટેની અંતિમ તારીખમાં ૫ દિવસનો વધારો કરીને ૧૫ નવેમ્બર ૨૦૨૪ સુધી વધારવામાં આવી છે. નામ નોંધણી સમયે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાત મુજબની માર્કશીટ (ધોરણ ૧૦/૧૨/ITI/ડિપ્લોમા/સ્નાતક)(લાગુ પડતા તમામ) જોડવાની રહેશે.
આ અંગે વિશેષ માર્ગદર્શન માટે મદદનિશ નિયામક(રોજગાર)ની કચેરી, રાજકોટ નો રૂબરૂ અથવા ૦૨૮૧-૨૪૪૦૪૧૯ નંબર પર ટેલિફોનિક સંપર્ક કરવા મદદનીશ નિયામક રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે