જામનગર જિલ્લામાં રહેતી 5 મહિનાની જાનવીના પગનું વિનામૂલ્યે ઓપરેશન થયું 

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ફળશ્રુતિ 

હિન્દ ન્યુઝ, જામનગર

      જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજુરી કરતા મુનાભાઈ ખરાના ઘરે દીકરીનો જન્મ થયો હતો. પરંતુ જન્મથી જ તેનો ડાબો પગ ત્રાસો હતો. જેના લીધે પરિવાર ચિંતામાં મૂકાયો હતો. પરંતુ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર હડિયાણાની ટીમ દ્વારા પરિવારની મુલાકાત કરવામાં આવી અને જાનવી નામની બાળકીને ક્લબફૂટની સારવારની જરૂર હોય તેનું સંદર્ભ કાર્ડ ભરી જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી.

જી.જી. હોસ્પિટલ ખાતે એક મહિના સુધી દર અઠવાડિયે જાનવીને પગમાં પ્લાસ્ટર કરવામાં આવ્યું અને 25 દિવસ બાદ નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા ખૂબ જ કુનેહથી તેણીના પગનું વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ તેણી સ્વસ્થ છે. હવે જાનવી પોતાના પગભર ચાલી શકશે તે સાંભળીને તેના માતા પિતાએ સરકાર અને આરોગ્ય ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. 

આ કામગીરી જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્રાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ.ભાયા, તાલુકા હેલ્થ ઓફિસર સંજય સોમૈયાના માર્ગદર્શન હેઠળ કામ કરતી જોડિયા તાલુકાની ( RBSK ) રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમના ડો. સેજલ કરકર અને ડો. દેવજી નકુમ, એફ.એચ.ડબલ્યુ રજનીબેનના સહકારથી કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment