તળાજા ખાતે ગર્લ્સ હાઇસ્કુલમાં જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨(પોકસો એક્ટ) અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભારત સરકાર પુરસ્કૃત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી તા. ૦૨ થી ૧૧ ઓકટોબર દરમિયાન વિવિધ થીમ મુજબ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તા. ૦૪/૧૦/૨૦૨૪ના રોજ ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા તળાજા ખાતે ગર્લ્સ હાઇસ્કુલમાં જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨(પોકસો એક્ટ) અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

જેમાં સ્કુલના શિક્ષિકા દ્રારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવેલ ત્યારબાદ જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ (પોકસો એક્ટ) વિવિધ કલમો અંગે અને વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી DHEW સંકલ્પ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના મિશન કો-ઓર્ડીનેટર તેમજ જેન્ડર સ્પેશિયાલિસ્ટ દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવેલ હતી તેમજ આ કાર્યક્રમમાં સ્કુલના શિક્ષકો, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તળાજાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Related posts

Leave a Comment