ઘોઘા તાલુકાના વાળુકડ ગામે “સેવા સેતુ”નો કાર્યક્રમ સંપન્ન

હિન્દ ન્યુઝ, ભાવનગર 

   રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાજનોને તેમના રહેઠાણના નજીકના સ્થળે એક જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા આશય સાથે “સેવાસેતુ”ના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. ત્યારે તા.૪ ઓક્ટોબર,૨૦૨૪ના રોજ ઘોઘા તાલુકાના વાળુકડ ગામે ‘સેવા સેતુ’નો કાર્યક્રમ યોજાયો હતો.જેમા ૧૮ ગામના ૧,૩૨૧ અરજદારોની તમામ રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો.

વાળુકડ ગામની કુમાર શાળા ખાતે યોજાયેલા સેવા સેતુના કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગના સ્ટોલ ઉપલધ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં વાળુકડ, નેસવડ, લાખણકા, જુના પાદર, ભીકડા, ભંડાર, કણકોટ, ઉખરલા, ત્રાંબક, સમઢીયાળા, ખરકડી, ખોટડી, નાના ખોખરા, મોટા ખોખરા, પાણીયાળા, બાંભણીયા, માલપર અને મામસા ગામના લોકોએ આધાર કાર્ડ ધારકોની e-KYC કરવા અંગેની સેવા, નોનક્રિમીલેયર પ્રમાણપત્ર, આધારકાર્ડમાં સુધારા (અપડેશન) કરવાં, રેશનકાર્ડમા નામ દાખલ કરવું, પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, વિધવા સહાય, આરોગ્ય ચકાસણી-ડાયાબીટીસ બીપી સહિતની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. 

 “સેવા સેતુ’ના કેમ્પમાં મામલતદાર ઉપેન્દ્રસિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી દિલીપકુમાર પંડ્યા,આગેવાન બુધેશભાઈ જાંબુચા સહિત તાલુકાના પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment