હિન્દ ન્યુઝ, જામનગર
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ જામનગર જીલ્લા ના દડિયા ગામ માં આવેલ શ્રી દડિયા પ્રાથમિક શાળામાં આજે પ્રથમ ધોરણ માં નવા ૫૫ જેટલા આવેલા નાના ભૂલકાં ઓને આવકારવા શાળા માં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી બી.ડી. ચુડાસમા તેમજ સી.આર.સી.ના પ્રિયંકાબેન સોલંકી, શાળા ના આચાર્ય પરેશભાઈ દુબલ, દડિયા ગામ ના સરપંચ રાજુભાઈ લખિયાર, જામનગર તાલુકા પંચાયત ના દંડક કેશુભાઈ આહીર, ઉપસરપંચ જમનભાઈ આહીર, તેમજ પંચાયત ના સભ્ય કમલેશભાઈ હરવરા, સંજયભાઈ લખિયર, જગદીશભાઈ હરવરા વગેરે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નાના ભૂલકાં ઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.
તાલુકા બ્યુરો ચીફ (જામનગર) : અંકિત ગંઢા
