કચ્છ, બનાસકાંઠા તથા ગાંધીનગર ખાતે નિવાસી તાલીમ વર્ગો માટે અરજીઓ મંગાવવા બાબત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

    ગુજરાત રાજ્યના યુવાનો સરંક્ષણ દળમાં ભરતી થાય તે માટે BSF હેડ્ક્વાર્ટર ગાંધીનગર ખાતેથી રાજ્યના કચ્છ, બનાસકાંઠા તથા ગાંધીનગર ખાતે નિવાસી તાલીમ વર્ગો ૨૦૨૪-૨૫ માટે રાજ્યના ઉમેદવારો માટે ૩૦ દિવસના નિવાસી તાલીમ વર્ગનું આયોજન થશે આ વર્ગોમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોને રહેવા-જમવાનું તથા શારીરિક કસોટી અને લેખિત કસોટીની તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે.

ધોરણ-૧૦ પાસ કે તેથી વધુ (ધોરણ-૧૦ માં ઓછામાં ઓછા ૫૦% ફરજીયાત અને દરેક વિષય માં ઓછામાં ઓછા ૩૩% માર્ક્સ હોવા ફરજીયાત) હોય તેવા જ ઉમેદવારો આ તાલીમ માટે અરજી કરી શકશે. તેમજ તાલીમાર્થી તરીકે જોડાનાર ઉમેદવારોની ઉંમર:૧૭.૫ વર્ષથી ૨૩ વર્ષ સુધી, લંબાઈ :૧૬૮ સે.મી, છાતી:૭૭-૮૨ સે.મી હોય તેવા શારીરિક તેમજ માનસિક રીતે સક્ષમ ઉમેદવારોએ આ તાલીમવર્ગ માટે અરજી કરવાની રહેશે. 

 આ તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ફરજીયાત અરજી ફોર્મ રોજગાર કચેરી ગીર સોમનાથ ખાતેથી વિનામૂલ્યે મેળવીને અથવા જિલ્લા રોજગાર કચેરીના વ્હોટ્સઅપ પરથી મેળવી અને પોતાની અરજી દિન-૦૫ તા.૧૦/૧૦/૨૦૨૪ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ ખાતે ભરેલ અરજી પત્રક તથા ધોરણ-૧૦/૧૨ ની માર્કશીટની નકલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ, આધાર કાર્ડની નકલ,બેંક ખાતાની પાસબૂકની નકલ, પાન કાર્ડની નકલ અરજીફોર્મ ભરીને સાથે જોડવાની રહેશે. 

   વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર સોમનાથના ફોન નં ૦૨૮૭૬-૨૮૫૦૪૧ ઉપર સંપર્ક કરવો.

Related posts

Leave a Comment