હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જળ સંચય યોજના અંગેની બેઠક યોજાઈ હતી. જે અન્વયે કલેક્ટરએ રાજકોટ જિલ્લામાં જળ સંચયની કામગીરી અભીયાન સ્વરૂપે કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરએ કહ્યું હતું કે ભારે વરસાદમાં વહી જતાં પાણીને અટકાવી જળ સંગ્રહ કરવામાં આવે તો પાણીની અછતની સમસ્યા ભૂતકાળ બની જશે. સરકારી સ્તરે તો જળ સગ્રહ અને જળ સંચયના અભિયાનો ચલાવવામાં આવી રહયા છે. પરંતુ તેમાં લોકોની ભાગીદારી વધે તો ભૂગર્ભ જળ ઉચા આવશે. “કેચ ધ રેઇન” એ મુખ્ય ધ્યેય અન્વયે ઔદ્યોગિક વસાહતો, વિવિધ સંસ્થાઓના કેમ્પસ વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થાઓ ઊભી કરવા કલેકટરએ ઉપસ્થિતોને જણાવ્યું હતું. આ બેઠકમાં સક્રિય, નિષ્ક્રિય, નવા બોરવેલ અને કૂવા રીચાર્જ કરીને ધરતીમાં પાણીના તળ સુધારવા અંગે પી.પી.ટી.ના માધ્યમથી સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.