ગીર સોમનાથ જિલ્લામાં દ્વિ-ચક્રિય, ફોરવ્હિલ અને ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સીરીઝમાં બાકી રહેલ ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

         સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીગીરસોમનાથ દ્વારા દ્વિ-ચક્રિય વાહનોની ચાલુ સીરીઝ GJ32M,N,P,Q,R,AB,AC તથા ફોરવ્હિલ વાહનની ચાલુ સીરીઝ GJ32K,AA ટ્રાન્સપોર્ટ વાહનની ચાલુ સીરીઝ GJ32V સીરીઝની દ્રિ-ચક્રિય અને ફોર વ્હિલ વાહનોના બાકી રહેલ ગોલ્ડન તથા સિલ્વર નંબરો માટેની હરાજી તા.01/05/2023 ના રોજ ખોલવામા આવશે. ઇચ્છુક વાહન માલીકોએ વેબ પોર્ટલ http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે.

જેમા હરાજીની તા.25-04-૨૦૨૩ ૪:૦૦P.M થી તા.27-04-૨૦૨૩ ૩:૫૯ P.M.સુધી AUCTION માટે ONLINE CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લિકેશન કરવાની રહેશે.તેમજ તા.27-04-૨૦૨૩ ૪:૦૦P.M થીતા.29-04-૨૦૨૩ ૪:૦૦P.M નારોજ AUCTION નું બિડિંગ ઓપન થશે.અને તા.01-04-૨૦૨૩ના રોજ ખોલવામા આવશે.

      નોધનીય છેકે જે વાહન માલીક દ્રારા CAN ફોર્મ ભરેલ હશે.તેવા જ વાહન માલીક ખરીદીની તારીખથી ૬૦ દિવસ સુધી હરાજીમા ભાગ લઇ શકશે.તેમજ સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.અને  ઓકશન બિડીંગમા ભાગ લેનાર અરદારે સીરીઝ ખુલ્યાની તારીખ થી દિવસ-૩(ત્રણ) મા બિડીંગ મુજબના નાણા ઓનલાઈન ભરવાના રહેશે તેમજ તે અંગેની જાણ અત્રેની કચેરીને કરવાની રહેશે. અન્યથા જે તે નબર મળવાપાત્ર રહેશે નહિ. તેમ એઆરટીઓ.ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment