ભાવનગરમાં ૨૫ એપ્રિલના રોજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

દર વર્ષ ૨૫ એપ્રિલને વિશ્વ મેલેરીયા દિલ તરીકે ઉજવવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા ધ્વારા નક્કી કરવામાં આવેલ છે. મેલેરિયા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત મેલેરીયા નાબુદી માટે લોકોમાં જનજાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. મેલેરિયાએ માદા મચ્છરથી ફેલાતો રોગ છે. આથી જો મચ્છર ઉત્પતિ અટકાવવામાં લોકોનો સાથ સહકાર મળે તો જ ઝડપી મેલેરીયા મુકત ગુજરાત થઇ શકે છે.

એનોફીલીસ મચ્છર ચોખ્ખા પાણીમાં ઈંડા મુકતા હોવાથી ઘરની અંદર તથા આજુબાજુ પાણીનો ભરાવો ન થાય, ફુલદાની, કુલર, સીમેન્ટના ટાંકા-ટાંકીઓ વગેરેનું પાણી દર અઠવાડીયે ખાલી કરી ઘસીને સાફ કરી તડકે સુકવીને નવું પાણી ભરવું. તમામ પાણીના સ્ત્રોતો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવા જોઈએ

કાયમી પાણી ભરાઇ રહેતા સ્થળોએ પોરાનાશક માછલી (ગપ્પી/ગામ્બુશીયા ફીશ) મૂકવી જોઈએ. તુટેલા માટલાઓ ખાલી બોટલો/શીશીઓ, ડબલા, જુના ટાયરો, નાળીયેરના કાચલીઓનો નાશ કરવો કારણકે પાણી તેમાં ભરાવાથી મચ્છર ઉત્પતિ થાય છે. મચ્છરદાનીમાં સુવાની ટેવ પાડવી, મચ્છર અગરબતી કે રીપેલન્ટનો ઉપયોગ કરવો, વહેલી સવાર અને સંધ્યા સમયે મકાનોના બારી બારણા બંધ રાખવા, લીમડાનો ધુમાડો કરવો, શરીર પુરતુ ફૂંકાય તેવા કપડા પહેરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 

Related posts

Leave a Comment