હિન્દ ન્યુઝ, શિહોર
ભારત સરકાર પુરસ્કૃત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી તા.૦૨ થી ૧૧ ઓકટોબર દરમિયાન વિવિધ થીમ મુજબ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તા. ૦૭/૧૦/૨૦૨૪ ના રોજ ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા શિહોર તાલુકાના સોનગઢ દયાનંદ કન્યા વિધાલય હાઇસ્કુલ ખાતે ઘો.૮ થી ૧૨ ની વિધાર્થીનીઓ માટે જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ (પોકસો એક્ટ) અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
જેમાં સ્કુલના આચાર્ય અલ્પાબેન જોષી દ્રારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવેલ ત્યારબાદ DHEW ની ટીમ દ્રારા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ (પોકસો એક્ટ) વિવિધ કલમો અંગે અને વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી DHEW સંકલ્પ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના મિશન કો-ઓર્ડીનેટર તેમજ જેન્ડર સ્પેશિયાલિસ્ટ દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવેલ હતી તેમજ આ કાર્યક્રમમાં સ્કુલના શિક્ષિકા બહેનો અને ઘો.૮ થી ૧૨ ની વિધાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.