કોરોના મહામારીમાં માંગરોળ સહારા હોસ્પિટલની સેવાને સલામ

હિન્દ ન્યૂઝ, માંગરોળ

    દેશભરમાં કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે અને ઘણાં ઓછા સમયમાં સેંકડો લોકો મોતના મુખમાં ધકેલાઈ ચૂક્યા છે. આવા સમયે હોસ્પિટલો, સામાજિક સંસ્થાઓ, સેવાભાવી લોકો જરૂરિયાતમંદો ની સેવા કરવામાં રાત-દિવસ એક કરી રહ્યા છે. એ જ કળીમાં માંગરોળમાં ઈમદાદે મરીઝ કમિટી સંચાલિત સહારા હોસ્પિટલ પણ અવીરત દર્દીઓની સેવામાં છે. હોસ્પિટલ મેનેજમેન્ટે કોઈ પણ પ્રકારનો ચાર્જમાં વધારો કર્યા વિના લોકોને સતત સેવા આપીને માનવતા મહેકાવી છે. કપરા કાળમાં તકસાધુ આફતને અવસર સમજી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે ત્યારે કોઈ પણ પ્રકારના ઈમરજન્સી ચાર્જ લીધા વિના મોડી રાત્રી સુધી હોસ્પિટલમાં ઓપીડી ચાલુ રહે છે. દર્દીઓની સારવાર એ જ અમારી ઈમ્યૂનિટીની નેમ સાથે હોસ્પિટલનો સ્ટાફ પોતાની જાનની પરવા કર્યા વિના સતત ખડેપગે હોય છે. હોસ્પિટલના ડોક્ટર સાદીક કાલવણીયા સમયની પરવા કર્યા વિના રાત-દિવસ હોસ્પિટલે હાજર રહીને દર્દીને ફીઝીકલી ચેક કરીને ટ્રીટમેન્ટ કરે છે. ડોક્ટરની સાથે એજાઝભાઈ સૈયદ, જગદીશ ભાઈ, મો.હુસેન બાગવાળા, ઈલ્યાસભાઈ ગિરનારી, સોહૈલ ભાઈ, વસીમ ભાઈ, હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને નર્સિંગ સ્ટાફ તેમજ હોસ્પિટલના સફાઈ કામદારો સતત ખડેપગે હોય છે. આવા કપરા સંજોગોમાં ગરીબ દર્દીઓની સેવામાં હંમેશા હાજર સહારા હોસ્પિટલ મેનેજમેન્ટ તેમજ હોસ્પિટલ સ્ટાફ ને સલામ

રિપોર્ટર : આમદ બી, જૂનાગઢ 

 

Related posts

Leave a Comment