ચોટીલા નગરપાલિકા ના સફાઈ કર્મીઓ 3 માસ નો પગાર અને સુરક્ષાના સાધનો ને લઈને લેખિત રજુઆત કરાઈ

હિન્દ ન્યૂઝ, ચોટીલા

    ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા લેખિત રજુઆત સાથે સફાઈ કર્મચારીઓ હડતાલ અંગે ચીમકી ઉચ્ચારી. ચોટીલા ની સફાઈ નો જવાબદારી નિભાવતા 55 જેટલા સફાઈ કર્મચારીઓ નો 3 માસ નો પગાર અને કોરોના ના કહર વચ્ચે સુરક્ષાના સાધનો આપવાની માંગણી સાથે નગરપાલિકા માં લેખિત સાથે હડતાલ ની ચીમકી સાથે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડીયા એ જિલ્લાની ચોટીલા નગરપાલિકા વિસ્તારમાં સફાઈ કામગીરી કરતા 55 જેટલા સફાઈ કર્મીઓના 3 માસ થી પગાર ન ચૂકવાયા તેમજ હાલ કોરોના વોરિયર્સ તરીકે ભૂમિકા ભજવાનારા સફાઈ કર્મીઓ ને સુરક્ષા અંગે સાધનો આપવામાં આવેલ ન હોવાથી અને 3 માસ નો પગાર ન મળતા ઘરનું અર્થતંત્ર ચલાવવું ઘણું જ મુશ્કેલ હોવાથી તાત્કાલિક 3 માસનો પગાર અને કોરોના વોરિયર્સ અંગે ના જરૂરી સાધનો આપવામાં આવે તેવી 15 દિવસ ની મુદત સાથે લેખિત રજુઆત કરી હતી અને જો તંત્ર દ્વારા મુદત મુજબ પગાર તેમજ સાધનો નું વિતરણ નહિ કરવામાં આવેતો વીજળીક હડતાલ કરી સફાઈ ની કામગીરી બંધ કરવા અંગે ચીમકી ઉચ્ચારી હતી.

રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા

Related posts

Leave a Comment