બનાસકાંઠા એસપી એ આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં આવેલા જન સુવિધા કોવીડ કેર સેન્ટર ખાતે મુલાકાત લીધી

હિન્દ ન્યૂઝ, દિયોદર

    કોરોના કાળમાં બનાસકાંઠા એસપી એ આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં આવેલા જન સુવિધા કોવીડ કેર સેન્ટર ખાતે મુલાકાત લીધી હતી. જેમાં દિયોદર જન સુવિધા કોવીડ કેર સેન્ટરના કોવીડ દર્દીઓ ની જાત મુલાકાત, લઈ સમીક્ષા કરી હતી. મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લા એસપી ની કોવીડ કેર સેન્ટર ની મુલાકાત દરમિયાન દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા, પૂર્વ ધારા સભ્ય અનિલ ભાઈ માળી સાથે કોવીડ કેર સેન્ટર ની વ્યવસ્થા અંગેની સમીક્ષા કરી હતી.

જેમાં બનાસકાંઠા એસપી લીધેલી કોવીડ કેર સેન્ટર ની વ્યવસ્થા ની મુલાકાત દરમિયાન વિઝીટ બુકમાં નોંધ કરી હતી ત્યારે દિયોદર કોવીડ કેર સેન્ટર જીલ્લામાં એક માત્ર સુવિધાઓ ઉપલબ્ધ વાળું સેન્ટર થી બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રભાવિત થયા હતા. ત્યારે દિયોદર કોરોના કહેર મા જન સુવિધા કોવીડ કેર સેન્ટર ની કામગીરી અને એમના કાર્યકરો ની મહેનત ખરેખર બિરદાવવા યોગ્ય છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment