હિન્દ ન્યૂઝ, દિયોદર
કોરોના મહામારી વચ્ચે દિયોદર તાલુકાના વખા ગામે ગત રોજ લ મુકેશભાઈ ભરવાડ ની 100 જેટલી ગાયો એરંડા ના ખેતરમાં ચારણ કર્યું હતું. જેમાં ગાયો ને અચાનક મેણો ચડતા ગાયો ની સ્થિતિ ગંભીર બની હતી. ત્યારે ગામલોકો ને ગાયો બીમાર પડી હોવાની જાણ થતાં ઘટનાસ્થળે ગૌ પ્રેમી દોડી આવ્યા હતા. નવા ગામે આવેલ મનોરમાં ગૌ હોસ્પિટલ ના ડોકડરો તેમજ દિયોદર પાંજરાપોળ ના ડોકટરો ઘટના સ્થળે દોડી આવી ગાયો ને સારવાર આપી હતી. પણ ગાયોને ઘાસના ઝેર ની ગંભીર અસર ને લીધે કેટલીક ગાયો બચી ગઈ હતી જ્યારે 10 ગાયો ગંભીર બીમાર થવાથી મોત થયા હતા .
મહત્વનું છે કે દિયોદર ના વખા ગામે રહેતા મુકેશ ભાઈ ભરવાડ ગાયો પશુપાલન પર ગુજરાત ચલાવીએ છે. જેઓની ગાયો લીલું ઘાસ ખાવાથી પેટમાં આફરો ચડી જવાથી ગંભીર બીમાર પડતાં ૧૦ ગાયોના મોત થતાં મોટું નુકસાન જોવા મળ્યું છે. પશુ પાલકની આર્થિક સ્થિતિ ગંભીર બની છે સરકાર ને વિનંતી છે કે અમને કોઈ આર્થિક સહાય મળે એવી માંગ ઉઠી છે.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર