બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ભણસાલી ટ્રસ્ટ દ્વારા 5 ઓક્સિજન મશીન આપવામાં આવ્યાં

 

હિન્દ ન્યૂઝ, સુઈગામ 

    સરહદી સુઈગામ તાલુકામાં કોરોના વાયરસ સંક્રમણ મહામારી ચાલી રહી છે ત્યારે સુઈગામ તાલુકા વિકાસ અધિકારી કુ.કાજલ બેન આંબલિયા ના જણાવ્યા મુજબ સુઈગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સરહદી સુઈગામ પંથકની તમામ પ્રજાને કોવિડ-19 કોરોના વાયરસ સંક્રમણમાં આવેલા દર્દીઓ ને તાત્કાલિક સારવાર મળે, તે માટે 9-ઓક્સિજન બેડ માટે ઓક્સિજન લાઈન કાર્યરત છે અને આજે ભણસાલી ટ્રસ્ટ, રાધનપુર તરફથી સુઈગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે સુઈગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી કુ.કાજલ બેન આંબલિયા ને 5 ઓક્સિજન મશીન ભણસાલી ટ્રસ્ટ, રાધનપુર તરફથી આપવામાં આવ્યાં છે. ત્યારે આવી કપરી મહામારીમાં 5 ઓક્સિજન મશીન સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવ્યાં છે, સામુહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને સુઈગામ તાલુકા વિકાસ અધિકારી કુ.કાજલ બેન આંબલિયા સમગ્ર તાલુકા વતી ભણસાલી ટ્રસ્ટ, રાધનપુરનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

રિપોર્ટર : વેરસીભાઈ રાઠોડ,સુઈગામ

Related posts

Leave a Comment