ભારત વિકાસ પરિષદ દ્વારા 62 માં સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટ મેયર નયનાબેન નાં હસ્તે  વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો 

હિન્દ ન્યુઝ, રાજકોટ

     ભારત વિકાસ પરિષદ દ્વારા 62 માં સ્થાપના દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ ગૌશાળામાં ગાયોને ઘાસ ચારાનું વિતરણ રાજકોટ મેયર નયનાબેન હસ્તે કરવામાં આવેલ.

     ભારત વિકાસ પરિષદ શ્રી રણછોડ નગર શાખા દ્વારા ભારત વિકાસ પરિષદના 12 સાયન્સમાં સ્થાપના દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જેમાં રાજકોટ શહેરના પ્રથમ નાગરિક માન્ય મેયર નયનાબેન પેઢડીયાએ “એક વૃક્ષ, માંં ભારત માતા કે નામ” વૃક્ષ વાવી ભારત વિકાસ પરિષદના સર્વે સભ્યો પણ પોતાનાથી પ્રયાસ કરીને દરેક પરિવારના સદસ્યએ એક વૃક્ષ વાવવા પ્રયાસ અને પ્રયત્ન કરવો જોઈએ.

    આ સાથે ગૌશાળા માં વૃક્ષો વાવવામાં આવ્યા સાથે ગૌશાળામાં ગાયોને ઘાસચારો પણ નાખવામાં આવ્યો. સેવા દિન કાર્યક્રમ ભારત વિકાસ પરિષદના પ્રમુખ મુકુંદભાઈ અકબરી, મંત્રી કાંતિભાઈ બગડા, સભ્ય મહેશભાઈ મિયાત્રા, અમૃતભાઈ વિરડા, વિનોદભાઈ પેઢડીયા સૌ મિત્રોનો સહયોગ મળ્યો હતો.


Advt.

આમંત્રિત મહેમાનો

કાર્યક્રમ રાજકોટ ખાતે

Related posts

Leave a Comment