જામનગર તાલુકામાં દરેડ ગામ અને તેની આસપાસના વિસ્તારો માટે જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, જામનગર

  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જામનગર તરફથી મળેલ અહેવાલ અનુસાર જામનગર તાલુકાના દરેડ ગામમાં કોલેરાનો પોઝીટીવ કેસ નોંધાયેલો છે. તેથી આ રોગનો ફેલાવો થતો અટકાવવા માટે દરેડ ગામને કોલેરા ગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા માટે અને તેની આજુબાજુના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા માટે દરખાસ્ત સામે આવી છે.

કોલેરા રોગનો ફેલાવો થતો અટકાવવા માટે અને તાત્કાલિક પગલાં લેવા માટે એપેડેમિક ડિસીઝ એક્ટ નંબર 3 ઓફ 1897 અન્વયે કોલેરા રોગ નિયંત્રણની કલમ- 2 પ્રમાણે તેમને મળેલ અધિકારની રૂએ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.કે.પંડયા, જામનગર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામાના પરિશિષ્ટ- 1 મુજબ જામનગર તાલુકાના દરેડ ગામનો વિસ્તાર કોલેરા રોગ ગ્રસ્ત વિસ્તાર અને પરિશિષ્ટ- 2 મુજબ જામનગર તાલુકાના દરેડ ગામની આસપાસનો 2 કિ.મી. સુધીનો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે.

એપેડેમિક ડિસીઝ એક્ટ-1897 ની કલમ- 3 હેઠળ પરિશિષ્ટ- 1 અને પરિશિષ્ટ- 2 માં જણાવેલા વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી, જામનગરને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે તેમની નિમણુંક કરવામાં આવે છે અને તેમને નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ એનાયત કરવામાં આવે છે. આ ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉક્ત જાહેરનામાની બહોળી રીતે પ્રસિદ્ધિ કરાવવાની રહેશે.


Advt.

 

 

 

 

 

Related posts

Leave a Comment