વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકાના પ્રમુખ અને વોર્ડ નં ૨ માં ચેમ્બરો સાફ કરી વેક્યુમ મશીનથી પાણી ખેંચાવી સાફ સફાઈ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, વેરાવળ

વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકાના પ્રમુખ અને વોર્ડ નં ૨ નાં નગરસેવક ફારુક ભાઈ કાલવાત, સામાજિક કાર્યકર બશિરભાઈ ગોહેલ તેમજ આમદભાઈ હારૂનભાઈ દ્વારા પ્રભાસ પાટણ સાહીન કોલોની સાબરિ મસ્જીદ પાસે ચાર ચોક હોવાથી વરસાદનું પાણી ભરાયેલું રહેતું અને લોકોને અવર જવર માં ઘણી મુશ્કેલી પડતી હતી ત્યારે આજ રોજ ઉપરોકત સેવાભાવી લોકોના સાથ અને સહકારથી ચેમ્બરો સાફ કરી વેક્યુમ મશીનથી પાણી ખેંચાવી સાફ સફાઈ કરવામાં આવી હતી. જેથી ગ્રામજનો એ આ તમામ સદસ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : મો. સઈદ મહિડા, વેરાવળ

Related posts

Leave a Comment