હિન્દ ન્યૂઝ, દામનગર
ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય અમરેલી પો.સબ.ઇન્સ. વા.પી ગોહીલ તથા દામનગર પોલીસ સ્ટાફનાં માણસોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતાં કેસો કરવા અને દારુ- જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સખત સુચનાઓ આપેલ હતી.
દામનગર પો.સ્ટે વિસ્તારમાં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન દામનગર સીતારામ નગર પાસે પહોંચતા પો.કોન્સ સંજય ઈટાળીયાને મળેલ બાતમી આધારે સીતારામ નગર મા દે. પૂ વાસ મા જાહેરમાં રેઇડ કરતાં જાહેરમાં તિન પત્તીનો હારજીતનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૭૧૩૦/- નાં મુદ્દામાલ સાથે મળી આવતા ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપીમાં
(૧) હરસુખભાઇ ઉર્ફે ડગલો લલ્લુભાઇ વાઘેલા ઉ.વ ૨૨ ધંધો.મજુરી (૨) રાજુભાઇ તળશીભાઇ ચારોલા ઉ.વ ૨૮ ધંધો.મજુરી (૩) રાજુભાઇ દિલુભાઇ પરમાર ઉ.વ.૨૨ ધંધો.મજુરી (૪) મુકેશભાઇ કાળુભાઇ વાઘેલા ઉ.વ ૧૯ ધંધો.મજુરી (૫) મુન્નાભાઇ કાળુભાઇ વાઘેલા ઉ.વ.૨૨ ધંધો.મજુરી (૬) હરેશભાઇ વજુભાઇ ચારોલા ઉ.વ.૧૯ ધંધો.મજુરી (૭) હરસુખભાઇ મનુભાઇ ચારોલા ઉ.વ.૨૧ ધંધો.મજુરી (૮) સંજયભાઇ કાળુભાઇ વાઘેલા ઉ.વ.૧૯ ધંધો.મજુરી રહે તમામ સીતારામનગર દામનગર તા.લાઠી જી.અમરેલી
આ સમગ્ર કામગરીમાં દામનગર પોલીસ સ્ટેશન ના પો સબ ઇન્સ. વા.પી.ગોહિલ તથા ASI જે. આર.હેરમા PC સંજય ઇટાળીયા PC અર્જૂન રોજીયા PC વિજય ડાબી વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.
રિપોર્ટર : યાસીન ચુડાસમા, દામનગર