હિન્દ ન્યૂઝ, ઉત્તરસંડા
ઉત્તરસંડા ગામ મા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હેઠળ ૪ કરોડ ના ખર્ચે વસમો યોજના ઉત્તરસંડા ગામ ના સરપંચ હિતેશા બેન ઠક્કર દ્વારા કાર્ય શરૂકરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તરસંડા ગામ કુલેશ્વરી મંદિર પાસે 200×80 મીટર નો બોર તથા 15 HP ની મોટર સાથે બોર બનાવી અને સર્જન બંગ્લોઝ પાસે ૧લાખ લીટર પાણી ની ટાંકી બનાવડાવી ૩૨૦૦ નવા પાણી ના કનેકશન આપી ઘેર ઘેર પાણી ના નવા નળ તથા કનેકશન આપવામાં આવશે તેવું સરપંચ એ જણાવવામાં આવ્યું હતું.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ