દિયોદર ડીવાયએસપી કચેરી એ ભાભર પીએસઆઇ વિરુધ, અરજદારે દુર્વ્યવહારની લેખિતમાં રજૂઆત કરી

હિન્દ ન્યૂઝ, દિયોદર

    ગાંધીના ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તંત્ર જાળવવા પોલીસ તંત્ર સુસજ્જ છે. કાયદો અને વ્યવસ્થા તંત્ર માટે ભાભર પોલીસ ના પીએસઆઇ ફરી વિવાદોમાં આવ્યા છે. તો, ભાભર પંથકમાં ભાભર પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે. ભાભર ખાતે રહેતા વિક્રમસિંહ નાનું સિંહ રાઠોડ ભાભર ખાતે પોતાના ખેતરમાં અસામાજિક તત્ત્વો દ્વારા જુગાર મોટા પાયે રમાતો હોવાની જાણ થતાં. તેઓ, વારંવાર ભાભર પોલીસ ને જાણ કરતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ના હતી. ત્યારે અરજદાર માથાભારે તત્વો થી ડરી ભુજ રેંજ આઇજી ને ફોન દ્વારા જાણ કરાતા, ભુજ રેંજ આઇજી જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે સૂચનો કરાતા, બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા કચેરી થી ભાભર પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યાં ભાભર પોલીસ દ્વારા અરજદાર વિક્રમસિંહ નાનુંભા રાઠોડ ને ફોન દ્વારા જણાવ્યું ચાલો ભાભર પોલીસ સ્ટેશનમાં આવી જાઓ જ્યાં સ્થળ વાળી જગ્યા બતાવો. ત્યારે વિક્રમ સિંહ રાઠોડ ને લઈને સ્થળ વાળી જગ્યાએ ના લઈ જઈ ભાભર પોલીસ સ્ટેશનમાં લાવી, ધમકાવી મોઢા ના ભાગે, આંખના ભાગે, નાક પર લાફા મારી, ગેરવર્તન કરી, મોબાઈલ લઈ લીધો હતો અને ખોટી બાતમી, ખોટી માહિતી આપી પોલીસ ને ગેર માર્ગે દોરો છો, તો તમારા પર કેશ દાખલ કરી દેવાની ધમકી આપી હતી. જ્યાં અરજદાર વિક્રમસિંહ રાઠોડ ને એક કલાક સુધી પોલીસ મથકે બેસાડી છોડી મૂક્યો હતો. જ્યાં વિક્રમ સિંહ રાઠોડ ભાભર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ, દિયોદર ડીવાયએસપી કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી. ભાભર પોલીસ ના પીએસઆઇ સામે ન્યાય નહીં મળેતો, વિક્રમ સિંહ રાઠોડ એ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે અને ગાંધીનગર આઇજી કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે રજૂઆતો કરી ન્યાયની માંગ કરી છે. જોવાનું એ રહ્યું છે કે ભાભર પોલીસ ફરી વિવાદોમાં ઘેરાઈ છે. ત્યારે ભાભર પોલીસ મહિલા હોય પુરુષ અરજદારો સાથે પૂરતો ન્યાય મળતો નથી, ત્યાં અસામાજિક તત્ત્વો ને સાવરતા હોવાની લોક મુખે ચર્ચા થઈ રહી છે ત્યારે જિલ્લા પોલીસ વડા તટસ્થ તપાસ કરી ન્યાય અપાવે તેવી અરજદાર ની માંગ છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment