શહેરના અમરોલી સ્થિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજમાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત રેલી યોજાઇ

હિન્દ ન્યુઝ, સુરત

    શહેરના અમરોલી સ્થિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ઈ.ચા.પ્રો.ડૉ.સેજલબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ અને એન.સી.સી. યુનિટ દ્વારા સ્વચ્છતા જાગૃતિના હેતુથી સ્વચ્છતા રેલી યોજાઇ હતી. જેમાં કોલેજ સ્ટાફનાં તમામ સભ્યોની સાથે કુલ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સૂત્રોચ્ચાર સાથે અમરોલી કોલજ-અમરોલી ગામ– જૈન દેરાસર- માનસરોવર-સતાધાર ચોકડી થઇ પરત અમરોલી કોલેજ સુધી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. સાથે જ એન.એસ.એસ.નાં સ્વયં સેવકો અને એન.સી.સીનાં કેડેટ્સે કોલેજનાં ક્લાસ રૂમ અને કોલેજ કેમ્પસમાં સાફ-સફાઈ કરી સ્વચ્છતાને દૈનિક આદતના રૂપમાં કેળવવા અનુરોધ કર્યો હતો. 

Related posts

Leave a Comment