હિન્દ ન્યૂઝ, વાવ
બનાસકાંઠા જિલ્લા ના ભાભર તાલુકા ના વાવ ખાતે ગૌશાળાઓ અને પાંજરાળાપોળો ને પશુદિઠ સબસીડી આપવાવાવના પગલે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને કરી લેખિત રજુઆત કરી. ઉ.ગુજરાતમાં મોટા ભાગના ગામોથી તાલુકા કક્ષાએ રજી. ગૌશાળાઓ જીવદયા પ્રેમીઓ, લોકફાળાથી ચલાવેછે, દાતાશ્રીએ દાન આપે છે, પરંતુ છેલ્લા અકાદ વરસથી કોરોના મહામારીના કારણે ધંધા રોજગાર ભાંગી પડ્યા છે. લોકોને કોઈ આવક ન હોવાથી તેઓ ગૌશાળાઓ ને મદદ ઓછી કરી શકે છે. પરિણામે પશુધનની નિભાવણી કરતાં વહિવટકર્તાઓ ભારે ચિતાનાં વાદળ ઘેરાયાં છે. આ એક ચિતાનો વિષય છે. રાજય સરકાર મારફત જાહેરાતો કરવામાં આવે છે પણ તે પૈકિ અમલ ઓછો થાય છે. સરકાર ના બજેટમાં જોગવાઈ માત્ર કાગળ ઉપરજ થાય છે. ગૌશાળાઓને લાભ મળતો નથી, લોકડાઉન વખતે સરકારએ પશુદિઠ સબસીડી આપવાની જાહેરાત કરેલ તે પણ ચુકવણી કરવાની બાકી છે.
અન્ય રાજ્યોમાં કાયમી ધોરણે ગૌશાળાઓ ને સબસીડી આપવામાં આવે છે. બજેટમાં નાણાકીય જોગવાઈ કરી ગુજરાતમાં તમામ ગૌશાળાઓ અને પાંજરાળાપોળોને પશુદિઠ નિભાવણી માટે રોજના રૂ.૫૦/- અને ગૌશાળાઓ તેમજ પાંજરાળાપોળોને જરૂર પ્રમાણે સુવિધાઓ પુરીપાડવામાં આવે અને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે એવી ધારાસભ્ય ગેની બેન ઠાકોરે મુખ્યમંત્રી ને લેખીત ભલામણ કરેલ છે.
રિપોર્ટર : વેરસી રાઠોડ, સુઈગામ