શહીદોના સન્માનમાં દેશ ભક્તિ ગીત સંગીત સંધ્યા કાર્યક્રમ
હિન્દ ન્યૂઝ, કોડીનાર
આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના અરણેજ ગામે અમર શહીદ વીર જીતેન્દ્રસિંહ સોલંકીના સ્મારક તેમજ પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ શહીદો ના સન્માનમાં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહ ના પ્રમુખ સંચાલક જેઠાભાઈ સોલંકી પૂર્વ સંસદીય સચિવ ગુજરાત રાજ્ય, કાર્યક્રમ ના પ્રમુખ સ્થાને શિક્ષણ નાયબ નિયામક બી. આર. જરગેલા, સમારોહ ના ઉદઘાટક પી. આઇ. કોડીનાર તાલુકા સંદીપસિંહ ચુડાસમા તેમજ તાલુકા વિકાસ અધિકારી રાણા ઓડેદરા, અરજણભાઈ ભજગોતર, મનસુખ ભાઈ ગોહિલ, અંબુજા નગરથી લોકનાથ શર્મા, મહેશ ભાઈ વાળા, સુભાષ ભાઈ ડોડીયા, પી. એસ. ડોડીયા, મણીબેન રાઠોડ, કિરણ સોસા, મહેશ ભાઈ વાળા, ભીખુભાઈ ગોહિલ, આબીદ શેખ, ભરતભાઈ સોલંકી, બાબુ ભાઈ ગાધે, સુભાષભાઈ વાઢેળ, સંજય વાળા, ડી. ડી. મકવાણા, રમેશભાઈ વાઢેળ, પ્રતાપભાઈ રાઠોડ, માનસિગભાઈ વાઘેલા, ગોરધનભાઈ રાઠોડ, રામસિંગભાઈ સોસા, માનસિગભાઈ સોલંકી, પ્રતાપભાઈ વાઢેળ, રમેશભાઈ ગાધે અને ક્યુમ જુણેજા, વિજયભાઈ વાઢેળ, ભરતભાઈ કાતીરા તેમજ અનેક નામી અનામી અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ઉલ્લેખનીય છે કે નિવૃત આર્મીમેન પ્રમુખ ગીર સોમનાથ જિલ્લા રામભાઈ સારીયા, રમેશભાઈ પરમાર, ભાવેશભાઈ ગોસ્વામી તેમજ ભાવનગર જિલ્લામાં થી ઉપસ્થિત પ્રદીપસિંહ ગોહિલ, ઉના આર્મી ગ્રુપ, કોડીનાર આર્મી ગ્રુપ, એક્સ કોડીનાર આર્મી ગ્રુપ તેમજ ગુજરાત ભરમાંથી પધારેલા ફૌજી જવાનો, સમસ્ત અરણેજ ગામના સર્વ સમાજના ભાઈઓ, બહેનો અને વડીલો તેમજ બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ઉપરાંત કોડીનાર અને ગીર સોમનાથ જિલ્લાના સામાજિક સંગઠનો, રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ શહીદ પરિવારને દાન કરનાર દાતાશ્રી દિપુભાઈ પઢીયાર, હરિભાઇ પઢીયાર, બાબુભાઈ ગાધે તથા વિશાલભાઈ ગાધે ગામ વડનગર સહ પરિવાર દ્વારા શહીદ પરિવારના શિક્ષણ અર્થે દાન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સંસ્કૃતિક કાર્યક્રમ કે. જી. બી. વી. ની બાળાઓ દ્વારા રજૂ કરી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. તેમજ જિલ્લાના અગ્રગણ્ય પત્રકાર મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને સુસારુ રીતે સફળ બનાવનાર સમગ્ર કાર્યક્રમને જીવંત કરી આપનાર જયાબેન ગોહિલ, રાજેશ સોલંકી, દુર્લભભાઈ સોલંકી, રામસિંગભાઈ સોલંકી, વજુભાઈ સોલંકી, માનસિગભાઈ સોલંકી,અને સમગ્ર આયોજક ટીમસમગ્ર કાર્યક્રમમાં હાજર મહેમાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં તે બદલ તેમનો શહીદ પરિવાર હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. શહીદના સન્માન ‘વિરાંજલી કાર્યક્રમ’ માં હેમંત પરમાર, દિનેશ વાણવી, સેજલ ગોસ્વામી તથા સમગ્ર ગાયક કલાકાર ટીમ દ્વારા દેશ ભક્તિ ગીતોની રમઝટ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અરણેજ ગામના તેમજ કોડીનાર તાલુકા અને ગીર સોમનાથ જિલ્લાના સર્વા સમાજના લોકો, સામાજિક, રાજકીય અગ્રણીઓ તેમજ સર્વે ભાઈઓ – બહેનો તેમજ કર્મચારીઓ, અધિકારીઓ અને રાષ્ટ્ર પ્રત્યે, શહીદો પ્રત્યે પુષ્પાંજલિ અર્પણ કરવા ખૂબ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આજના આ ભવ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રની સેવામાં શહીદ થનાર જવાન માટે અરણેજ ગામના લોકોની રાષ્ટ્ર ભક્તિ, એકતા નજરે પડ્યા હતાં. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન લોકો શહીદના સન્માનમાં ઉપસ્થિત રહી એક નવો ઇતિહાસ રચ્યો હતો. સમગ્ર કોડીનાર પંથકમાં શહીદના સન્માનનો વિરાંજલી કાર્યક્રમ એક લોક ચર્ચાનો વિષય તો બન્યો જ તે ઉપરાંત સદભાવનાનું ઉતમ ઉદાહરણ પુરવાર થયો હતો.
સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા