જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ નિરીક્ષક સુમિત ગજભીયેએ બેડીયા અને ધામસીયા ખાતે SST ટીમની કામગીરીનું નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

   લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજા તબક્કામાં તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. જિલ્લામાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લામાં જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયેની નિમણૂંક કરવામાં આવી છે.

ઓબ્ઝર્વરશ્રીઓ જીલ્લાની વિવિધ ચેકપોસ્ટ ખાતે કાર્યરત એસ.એસ.ટી. ટીમની મુલાકાત લઈને તેમના દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરિક્ષન કરી રહ્યા છે. જે અંતર્ગત જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયે એ બેડીયા અને ધામસીયા ખાતે કાર્યરત એસ.એસ.ટી. ટીમની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી, તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ મુલાકાત સમયે જનરલ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વર સાથે સંબંધિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment