લીલા વૃક્ષો કાપી લાકડા ભરીને જતા બે ટ્રેકટર રાધનપુર મામલતદાર જનકબેન રાવલએ પકડી કાયૅવાહી હાથ ધરી

હિન્દ ન્યૂઝ, રાધનપુર

વારાહી રાધનપુર રોડ ઉપર ભીલોટ ત્રણ રસ્તા નજીક થી લીલા લીમડા કાપી ભરીને આવતા બે ટ્રેકટર પકડવામાં આવ્યા. રાધનપુર મામલતદાર એ બે ટ્રેકટર પકડી મામલતદાર કચેરી ખાતે લાવી રાધનપુર પોલીસ સ્ટેશને એ સોંપવામાં આવેલ છે.

રાધનપુર મામલતદાર એ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ ૧૯૫૧ ની જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી.

રાધનપુર સાતલપુર તાલુકા માંથી લીમડાના લીલા વૃક્ષો કાપી થરા રાણકપુર ખાતે લઈ જતા હતા સામે બંને ટ્રેકટર પકડી મામલતદાર એ તપાસ હાથ ધરી કાર્યવાહી કરી બંને ટેકટર ને રાધનપુર પોલીસને સોંપવામાં આવેલ છે.

બંને ટેકટર નો વજન કરાવી જે ખેતરમાંથી લાકડું ભર્યું હતું તેનો સર્વે નંબર લઇ ટ્રેક્ટર ડ્રાઈવરની પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવા માટે વન વિભાગને જાણ કરી રાધનપુર મામલતદાર જનકબેન રાવલ એ વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment