હિન્દ ન્યુઝ, વડોદરા
વડોદરાના દિવ્યાંગ ચેસ પ્લેયર દર્પણભાઈ ઈનાની ચેસ ક્ષેત્રે રેટેડ ઓપન સાઈટેડ ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય દ્રષ્ટિહીન ખેલાડી બનવા સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શતરંજના આ બાદશાહની અદભૂત સિદ્ધિઓ અને અદમ્ય ઉત્સાહને બિરદાવવામાં આવેલ છે. માત્ર ચેસ પ્લેયર જ નહીં, પરંતુ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા દેશ અને રાજ્યને ગૌરવ અપાવનાર દર્પણભાઈ સકારાત્મક દ્રષ્ટિકોણનું ઉદાહરણ પૂરું પાડવાની સાથોસાથ અન્ય દિવ્યાંગજનો માટે બન્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વડોદરાનાં દિવ્યાંગ વિદ્યાર્થિની યેશા મકવાણાને પત્ર
લહિયાની મદદ વગર પ્રજ્ઞાચક્ષુ યેશા મકવાણાએ ધોરણ-12માં 96.23 પર્સેન્ટાઇલ મેળવતા મુખ્યમંત્રીએ પ્રેરણાદાયી સફળતા માટે પત્ર લખી શુભેચ્છા પાઠવી
આપની પ્રેરણાથી અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે અને તે અન્યો માટે પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે : મુખ્યમંત્રી

