હિન્દ ન્યુઝ, અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પનાને સાકાર કરતા અમદાવાદ ખાતે આયોજિત ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહી લોક કલાકારોને પ્રોત્સાહિત કર્યા
રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા લોકકલા ફાઉન્ડેશનના સહયોગથી અમદાવાદ ખાતે યોજાયેલ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં દેશભરના 1 હજારથી વધુ લોક કલાકારો સહભાગી થયા હતા
