મહિલા આઈ.ટી.આઈ. ભાવનગર ખાતે ઔદ્યોગિક તાલીમ અંગેની પ્રવેશ કાર્યવાહી શરૂ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

      મહિલા આઈ.ટી.આઈ.ભાવનગર સંસ્થામા પ્રવેશ સત્ર ઓગષ્ટ-૨૦૨૨મા COPA, ફેશન ડિઝાઈન ટેક્નોલોજી, ડ્રેસ મેકીંગ, બેઝીક કેસ્મેટોલોજી (બ્યુટી પાર્લર), હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર જેવા ટ્રેડમા પ્રવેશકાર્ય શરૂ છે. અત્રેની સંસ્થામા ફક્ત મહીલાઓને વિનામુલ્યે પ્રવેશ આપવામા આવે છે અને તાલીમ દરમ્યાન વપરાતુ રો-મટીરીયલ વિના મુલ્ય આપવામા આવે છે. તદુપરાંત સરકારની વિવિધ યોજનાઓ મુજબ મળવાપાત્ર લાભ વિનમુલ્યે આપવામા આવે છે. ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦-૭-૨૦૨૦ છે. વધુ માહિતી માટે આઈ.ટી.આઈ.(મહિલા), વિદ્યાનગર, બી.પી.ટી.આઈ. કોલેજ પાછળ, ભાવનગર ફોન નં.૦૨૭૮-૨૫૨૦૫૧૧ પર સંપર્ક કરવા આચાર્ય, ઓદ્યોગીક તાલીમ સંસ્થા(મહિલા)ની યાદીમા જણાવવામા આવ્યુ છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment