આંબોલી નેશનલ હાઈવે ગરનાળા (બ્રિજ) વરસાદી પાણીનો ભરાવો થતા આપ પાર્ટી ને રજુઆત કરાઈ 

હિન્દ ન્યુઝ, સુરત 

         કામરેજ તાલુકા આંબોલી ગામે નેશનલ હાઈવે ના ગરનાળા મા ઘણા વર્ષોથી ચોમાસામાં પાણી ભરાતું હતુ અને ગામના લોકો ને અવળ જવર મા બહુ મુશ્કેલી પડતી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના આંબોલી ગામના સદસ્ય હારૂનભાઈ અગવાન એ કામરેજ તાલુકા ના આમ આદમી પાર્ટી પ્રમુખ રોહિતભાઈ જાની ને રજુઆત કરી હતી. ત્યારબાદ રોહિતભાઈ જાની એ NHAI (નેશનલ હાઈવે ઓ.લી) ભરૂચ ખાતે આવેદન આપી આ પ્રશ્ન બાબતે રજુઆત કરી હતી.

ત્યાર બાદ કામરેજ ટોલ પ્લાઝા ઓફીસે દિનેશભાઈ રાદડિયા ને રજુઆત કરવામાં આવતા આજરોજ NHAI (નેશનલ હાઈવે ઓ.લી) ભરૂચ દ્વારા આંબોલી ગરનાળા બ્રિઝ નીચે ડોઢ ફુટ ઉંચો ડામર નું (કારપેટ) રોડ કંમ્પ્લેટ કરી લોકો ના પ્રશ્ન નો કાયમી નીકાલ લાવવામાં આવ્યો હતો. તે બદલ આમ આદમી પાર્ટી ની સમગ્ર ટીમ NHAI ના અધીકારીઓ નો ગ્રામજનો એ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment