કાંકરેજ તાલુકાના રાણકપુરમાં હુમલાનો ભોગ બનનાર અરજદારે ન્યાય મેળવવા ડીવાયએસપી ને રજુઆત કરી

હિન્દ ન્યુઝ, કાંકરેજ 

દિયોદર ડીવાયએસપીને સાત આરોપી વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ

     બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે એક વ્યકતિ પર હુમલો કરનાર સાત વ્યકતિઓ સામે કાર્યવાહી કરવા આજે દિયોદર ડીવાયએસપી ને લેખિત માં રજુઆત કરી હતી.

કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે રહેતા મુકેશજી મોહબતજી ઠાકોર ને થોડા સમય પહેલાં કેટલાક ઈસમો એકત્ર થઈ જૂની અદાવત રાખી 27.06.2021 ના રોજ મોડી રાત્રે હુમલો કર્યો હતો. જેમાં અરજદારના ભાઈ વિનોદજી તથા આરોપીઓની દીકરી ભાનું બહેનને પ્રેમ સંબંધ હોઈ લઈ ગયેલ હોઈ તે બાબતે મન દુઃખ રાખી હથિયારો વડે હુમલો કર્યો હતો. જે બાબતે થરા પોલીસ સ્ટેશન ખાતે સાત લોકો સામે ઇ.પી.કો. કલમ 307 મુજબ પણ ગુનો પણ નોંધાયેલ છે. પરંતુ રાત્રી ના સમયે એક અજાણી ઇક્કો ગાડી હુમલો કરવાની દહેશત લઈ ને ગામના આજુ બાજુ વિસ્તાર ની અંદર ફરે છે. જેમાં ફરિયાદી ને આ આ બાબતે દહેશત હોવાથી આજે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે લેખિતમાં રજુઆત કરવા માટે માંગ કરવામાં આવી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment