નડિયાદ કોંગ્રેસ શહેર પ્રમુખ દ્વારા આપવામાં આવેલ અરજી થી ચીફઓફિસર દ્વારા સફાઈ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, નડિયાદ

     નડિયાદના ચીફ ઓફિસર નો સેનેટરી વિભાગના દરેક કર્મચારી નો કે મારી અરજીને ધ્યાનમાં રાખી નડિયાદ ઝલક હોટલ થી પશ્ચિમ સુધીના રીંગ રોડ ઉપર લાઈટો પણ ચાલુ કરી દીધી અને ઝડપથી સાફ સફાઇ પણ કરી દીધી મારી નડિયાદ નગર જનો ને નમ્ર વિનંતી છે. બે હાથ વગર તાલી ન પડે તેમ આપણે પણ સાફ સફાઈ માટે ધ્યાન રાખવું પડશે. સમય ખરાબ છે, નડિયાદને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે, આપણે આપણી અને આપ્તજનોને તબિયત જાતે જ સાચવવાની છે માટે જ્યાં ને ત્યાં કચરો ના નાખો અને નગરપાલિકાના સફાઇ કામદારોને સહકાર આપો તેવી કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ એ નગર જનો ને વિનંતી કરી હતી.

    નડિયાદ નગરજનોને પડતી તકલીફને ધ્યાનમાં રાખી નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા આર એન બી ડિપાર્ટમેન્ટના અધિકારી પરમાર જોડે ટેલિફોનિક અને રૂબરૂ મુલાકાત કરી ઝડપથી રોડ બનાવવા માટે વાત કરેલ જેના અનુસંધાનમાં ફક્ત દસ દિવસની અંદર સરખો રોડ બનાવવા માટે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

 

Related posts

Leave a Comment