ભાવનગરમાં યશવંતરાય નાટ્યગૃહનું બુકીંગ તા. ૨૪ માર્ચથી કરી શકાશે 

 હિન્દ ન્યુઝ, ભાવનગર  

      યશવંતરાય નાટ્યગૃહ, ભાવનગર ફાયર સેફટીના ઉપકરણોના ઈસ્ટોલેશન માટે બંધ કરવામાં આવેલ હતું. ફાયર સેફટી NOC માટેની પ્રક્રિયા પૂર્ણ થતાં યશવંતરાય નાટ્યગૃહના બુકીંગની કાર્યવાહી તા.૨૪-૦૩-૨૦૨૫ ને સોમવારથી શરૂ કરવામાં આવનાર છે. બુકીંગનો સમય સવારે ૧૦:૦૦ કલાકથી બપોરના ૦૨:૦૦ કલાકનો રહેશે. જેની ભાવનગરની જાહેર જનતા અને કલા રસિકોએ નોંધ લેવા યશવંતરાય નાટ્યગૃહના મેનેજર રાજેન્દ્રસિંહ ગોહીલની યાદીમાં જણાવાયું છે.

 

Related posts

Leave a Comment