જેતપુર મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ 

    જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસરમાનાં ર્ગદર્શન હેઠળ જેતપુર મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગત તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૨ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન જનઆંદોલન બને, તેવા આશયથી આયોજિત વિવિધ થીમ આધારિત કાર્યક્રમો અને સ્પર્ધાઓના વિજેતાઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યાં હતાં. વધુમાં, બેસ્ટ સફાઈ કામદારોને રૂ. ૧૦ હજારના ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમજ સાયક્લોથોનના વિજેતા સ્પર્ધકોને સાયકલની ભેટ આપવામાં આવી હતી. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં સ્વચ્છાગ્રહી અને સેનીટેશન બ્રાન્ડ એમ્બેસેડર હરેશભાઈ પંડ્યા દ્વારા ગાંધીજીના ભજનો અને તાલુકા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યા હતાં.

Related posts

Leave a Comment