૨૫૧૬ કરોડના ખર્ચે થશે ૬૩ હજાર મંડળીઓનું કોમ્પ્યુટીકરણ

હિન્દ ન્યુઝ, બોટાદ

કેન્દ્રીય બજેટ પ્રસ્તુતીને આવકારતા રાષ્ટ્રીય સહકારી આગેવાન, એન.સી.યુ.આઈ.ના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહ–સહકાર મંત્રી અમીતભાઈ શાહ અને નાણાંમંત્રી નિર્મલા સીતારમણને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કૃષિ અને સહકાર ક્ષેત્રે લાંબાગાળાના આયોજન, વિકાસ અને આધુનિકરણને કેન્દ્વ સરકારે બજેટમાં સ્થાન આપતા ગ્રામીણ અર્થતંત્ર, બેંકીંગ સવલત, ગ્રામીણ વિકાસ અને માળખાકીય સવલત ખૂબ જ લાભકારક બની રહેશે.

સાથોસાથ સંઘાણીએ ઉમેર્યું હતું કે, રૂ.૨૫૧૬ કરોડના ખર્ચે દેશની લગભગ ૬૩ હજારથી પણ વધુ કૃષિ–સહકારી મંડળીઓનું કોમ્પ્યુટીકરણ સાથે ડેટાબેઝથી દેશવ્યાપી જોડાણ કરશે જે સમગ્ર દેશમાં પ્રથમવાર આ પ્રકારની આધુનિકતા, ઋણ, વિમા, જમીનની તંદુરસ્તી, સ્વસ્થ ઉત્પાદન, પોષણક્ષમ વળતર, આવક બમણી કરવા, સિંચાઈ માટે, પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના, ડેરી યોજનાઓ, મત્સ્યોદ્યોગ, ખાંડ ઉદ્યોગ, ગ્રામીણ આર્થિક સહયોગ સહિતની મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ કરીને કૃષિસહકારી પ્રવૃત્તિઓનો સકારાત્મક દ્રષ્ટિકોણ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ બની રહે તે દિશામાં જવાબદારીપૂર્ણ અભિગમ દર્શાવ્યો છે. ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘના સહકારથી સમૃદ્ધ આયોજનો, વિકાસ પ્રવૃત્તિઓ અને સંકલ્પોનો પડઘો બજેટમાં જોવા મળ્યો છે.

દિલીપભાઈ સંઘાણીએ બજેટને સર્વાંગી વિકાસકારી બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભૂ-જળસ્તર ઉપર ઉઠાવવા, ખેત ઉત્પાદનનું સ્ટોરેજ અને વેચાણ સ્વયં કિસાન કરી શકે તેવી વ્યવસ્થાઓનો સમાવેશ દેશની કૃષિપ્રવૃત્તિઓ માટે મોટું પીઠબળ બની રહેશે. ભારતને મજબૂત અને સમૃદ્ધ બનાવતું લાભકારક બજેટ આપવા બદલ કેન્દ્વ સરકારને અભિનંદન સાથે દિલીપભાઈ સંઘાણીએ બજેટમા સમાવાયેલ વૃત્તિ અને પ્રવૃત્તિને આવકારી કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યાનું અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment