HiND NEWS
કેશોદ ના અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શેરગઢ ખાતે શંકાસ્પદ વાહક જન્ય રોગ જણાતાતાલુકા હેલ્થ ની ટિમ દ્વારા ઘર ઘર તપાસ કરવામાં આવી
આજરોજ અજાબ ના શેર ગઢ શંકાસ્પદ વાહક જન્ય રોગ જણાતાઆ ગામ માં આજે તાલુકા ના બાલાગામ.કેવદ્રા.મેસવાણ.અગતરાઈ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અજાબ ના તમામ પુરુષ આરોગ્ય કાર્યકર તેમજ શેરગઢ ખાતે ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર તથા આશા બહેનો ને સાથે રાખી ને કુલ 28 થઈ પણ વધુ પેરા મેડિકલ સ્ટાફ દ્વારા 14 ટિમ બનાવી ગામની તમામ શેરીઓ માં તથા તમામ ઘરો ને આવરી તમામ ઘરો ના મોટા પાત્રો માં ગપચી માછલી મુકવામાં આવીહતી
તથા નાના પાત્રો ને ઘસી ને સાફ કરવી પાણી ને વહેલાવી દેવા માં આવ્યું હતું તથા ગામ ની શેરીઓ માં પેરી ફેરી એરિયા માં ખાડા ખાબોચિયા માં જોવા મળે તો બડેલ ઓઇલ અથવા તો વહેવડાવી દેવામાં આવ્યા હતા
તેમજ ટિમો દ્વારા મચ્છર ની ઉતપતિ તેમજ તેને નાબૂદ કરવા અંગે લોકો ને સમજ આપવામાં આવી તેમજ શાળા ના બાળકો ને જ્ઞાન ગમ્મત વધે તે અંગે પપેટ શો યોજવામાં આવ્યો હતો
જેમાં તાલુકાની અપ્સરા ટિમ દ્વારા આ પપેટ શો યોજવામાં આવ્યો હતો તથા બાળકો ને પાણી માં થતા પોરા તેમજ ગપચી માછલીઓ નું લાઈવ પ્રદર્શન દ્વારાબાળકો ને માહિત ગાર કરવામાં આવેલ હતા
જેમાં તાલુકા ના મેઈલ સુપરવાઇજર શ્રી ઓ તથાઆર વી ગોધસરા તાલુકા હેલ્થ સુપરવાઈઝર તેમજતાલુકા હેલ્થ ઓફિસર શ્રી જે જી પોપટ સાહેબ ના માર્ગદર્શન દ્વારા આ સંપૂર્ણ કામ ગિરી કરવામાં આવેલ હતી
જગદીશ યાદવ જૂનાગઢ