હિન્દ ન્યુઝ, ધ્રોલ
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર જામનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતતા ફેલાય તે માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગ રૂપે ધ્રોલ તાલુકાની એમ.ડી.મહેતા સ્કૂલના સાયન્સ સેન્ટરમાં “વેસ્ટ ટુ આર્ટ” વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક બ્રિક્સ, પ્લાસ્ટિક શાવર, ટૂથપેસ્ટ સ્ટેન્ડ વગેરે બનાવવા અંગે સમજ આપવામાં આવી હતી. અને પ્લાસ્ટિકના કચરામાંથી વિદ્યાર્થીઓ વિવિધ વસ્તુઓ બનાવતા શીખ્યા હતા. આ વર્કશોપનું આયોજન સંજય પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.