જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર તથા મેયર શ્રી વિનોદભાઈ ખીમસૂર્યાની ઉપસ્થિતમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

   જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ મેયબેન ગરસર તથા મેયર  વિનોદભાઈ ખીમસૂર્યાની ઉપસ્થિતમાં લેઉવા પટેલ સમાજ જામનગર ખાતે બીજી ઓક્ટોબર-પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણીના ભાગરુપે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ શ્રમદાન કરી મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પવાની સાથે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરી હતી.

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ-શહેરી હેઠળના સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનની થીમ સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા સાથે ઉજવાયેલ આ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન વિવિધ સ્થળોની સફાઈ કરી ત્યાં સફાઈ જળવાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા, આ સાથે જિલ્લાના સફાઈકર્મીઓને આરોગ્ય કેમ્પનું આયોજન કરી તેમને સરકારની વિવિધ યોજનાઓ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.આ પખવાડિયા દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 1900થી વધુ કાર્યક્રમો યોજી લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃત કરવામાં આવ્યા.આ પખવાડિયા દરમિયાન જિલ્લામાં લોકોએ શ્રમદાન કરી જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો.

આ કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાન દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકાઓ, ગ્રામ પંચાયતો, સ્વચ્છતા કર્મીઓ, ધાર્મીક સંસ્થાના પ્રતિનિધી, સામાજિક સંસ્થાઓ, કર્મચારીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનને પણ નિહાળવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરીદેવભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા મેયર વિનોદભાઈ ખીમસૂર્યાએ જણાવ્યું કે સરકારના પ્રયાસોને કારણે જનભાગીદારીથી હાથ ધરાયેલ સ્વચ્છતા અભીયાન ફકત કાગળ પર ન રહેતા ખરા અર્થમાં જન અભિયાન બન્યું છે.રાજ્ય અને દેશને સ્વચ્છ બનાવવા સ્વચ્છતાને સૌએ આદત તરીકે કેળવવી પડશે.જો આપણી રોજિંદી વિચારધારામાં સફાઈને વણી લેવામાં આવશે તો આપોઆપ ગામ અને શહેર સ્વચ્છ બની જશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વ મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રિવાબા જાડેજા, જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, શાશક પક્ષ નેતા આશિષ જોશી, એ.પી.એમ.સી. ડાયરેક્ટર મુકુંદ સભાયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, ગ્રામ્ય પ્રાંત અધિકારી કાલરીયા, સેનેટરી કમિટીના ચેરમેન જશુબા ઝાલા, આગેવાન રમેશભાઈ મુંગરા, વિમલભાઈ કગથરા, પ્રકાશભાઈ બાંભણીયા, ઇ.ચા.કાર્યપાલક ઈજનેર મુકેશભાઈ વર્ણવા, સ્વચ્છ ભારત મિશનના ડી.સી. વી.બી.ગૌસ્વામી સહિત કોર્પોરેટરઓ જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment