સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લાના ૩૫૯ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામસભા યોજાઈ

હિન્દ ન્યુઝ, મહીસાગર 

             બીજી ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે બીજી ઓક્ટોબરે સમગ્ર મહીસાગર જિલ્લામાં સ્વચ્છ ભારત દિવસ ની ઉજવણી કરવામાં આવી જે પૈકી ૨જી ઓક્ટોબર ના રોજ તમામ તાલુકાઓમાં ગ્રામ પંચાયતમાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે પી.એમ.એ.વાય., ૧૫ મું નાણાપંચ, સ્વચ્છતા હિ સેવા થી માહિતગાર કર્યાં ને ગ્રામજનો ની રજૂઆતો સાંભળવામાં આવી હતી. 

મહીસાગર જિલ્લાની ૩૫૯ ગ્રામ પંચાયતોમાં સંકલનના તમામ અધિકારીઓ ઉપસ્થિતમાં ખાસ ગ્રામ સભા યોજાઇ હતી. જે અંતર્ગત લુણાવાડા તાલુકામાં ૧૧૨ ગ્રામ પંચાયત, સંતરામપુર તાલુકામાં ૮૯ ગ્રામ પંચાયત, કડાણા તાલુકામાં ૪૬ ગ્રામ પંચાયત, ખાનપુર તાલુકામાં ૩૭ ગ્રામ પંચાયત, વિરપુર તાલુકામાં ૩૧ ગ્રામ પંચાયત અને બાલાસિનોર તાલુકામાં ૪૪ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામ સભા યોજાઈ હતી. 

        સ્વચ્છ ભારત દિવસની ઉજવણી હેઠળ સ્વચ્છ ભારત દિવસનું દરેક ગામમાં એક ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમ તરીકે ગ્રામ સભા કરવામાં આવી હતી જેમાં ગામમાં સ્વચ્છતા રેલી યોજાઈ હતી જેમાં સ્વચ્છતા અંગેના શપથ લેવામાં આવ્યા તેમજ ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોને સૂકા અને ભીના કક્ષાના વર્ગીકરણની સમજ અપાઈ હતી. ગ્રામસભા પૂર્ણ થયા બાદ ગ્રામ લોકોએ ભેગા થઈને મહાશ્રમદાન નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.

 રિપોર્ટર : જયેશ ડામોર, મહીસાગર


Related posts

Leave a Comment