હિન્દ ન્યુઝ, ભાવનગર
વર્ષ ૨૦૨૪-૨૫ માટે ભાવનગર જિલ્લાના બાગાયતદારો માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ હેઠળના વિવિધ ઘટક જેવા કે અંબા તથા જામફળ પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કમલમ ફળ વાવેતર માટે સહાય, ઘનિષ્ટ પદ્ધતિ દ્વારા કરવામાં આવેલ ફળપાકો જેવા કે આંબા, લીંબુ, જામફળ, દાડમ, સીતાફળ, વગેરેમાં સહાય, ટીસ્યુંકલ્ચર ખારેક, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, કેળ(ટીસ્યુ)-ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, પપૈયા-ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફૂલ પાકો (કંદ,દાંડી ફૂલ), સરગવા પાકના વાવેતર માટે સહાય, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, આંબા તથા લીંબુના ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે સહાય, કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ,વિસ્તરણ અને આધુનિકરણ) અને કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકરણ માટે સહાય, કોલ્ડ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે.ટન), રેફ્રીજરેટેસ ટ્રાન્સપોર્ટ વેહિકલ, નેટ હાઉસ, પોલી હાઉસ સ્ટ્રક્ચર, હાઈ ટેક ગ્રીન હાઉસ (ફેન એન્ડ પેડ), નાની નર્સરી (૧ હે.), મધમાખી હાઇવ અને મધમાખી સમુહ માટે સહાય તેમજ મિશન મધમાખી કાર્યક્રમ વગેરેમાં સહાય માટેની ઓનલાઇન અરજીઓ આઈ-ખેડૂત પોર્ટલ મારફત તા.૦૧/૧૦/૨૦૨૪ થી તા.૧૫/૧૦/૨૦૨૪ સુધી www.ikhedut.gujarat.gov.in વેબસાઇટ પરથી કરી શકાશે, તો રસ ધરાવતાં તમામ ખેડુત મિત્રોએ જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવા જણાવવામાં આવે છે તેમજ ઓનલાઇન કરેલ અરજીની સહીવાળી નકલ તથા જરૂરી સાધનિક કાગળો (૭-૧૨,૮-અ, આધાર કાર્ડ,બેંક પાસબુક,) સાથે દિન-૭ માં નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરને રૂબરૂ અથવા ટપાલ દ્વારા જમા કરવાની રહેશે તેમજ વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરનો રૂબરૂમાં અથવા ફોન નંબર ૦ર૭૮- ર૪ર૦૪૪૪ પર સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામક દ્વારા યાદીમાં જણાવાયું છે.