હિન્દ ન્યુઝ, ભાવનગર
ઓક્ટોબર-૨૦૨૪ મહિનાનો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૩/૧૦/૨૦૨૪ને બુધવારના રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. જેમાં જિલ્લા કલેકટર-પાલીતાણા, જિલ્લા વિકાસ અધિકારી-ઉમરાળા તથા પોલીસ અધિક્ષક – ભાવનગર ગ્રામ્યનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ના અધિકારીશ્રીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.
જાહેર જનતાને સર્વિસ મેટર, નીતિ વિષયક, કોર્ટ મેટર તથા સામૂહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત, જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે તા.૧૦/૧૦/૨૦૨૪ સુધીમાં સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત તલાટી કમ મંત્રીને રજૂ કરવાના રહેશે તેમ, નિવાસી અધિક કલેકટર, ભાવનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.
