મહીસાગર જિલ્લા સેવ સદન ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ બે એમ્બ્યુલન્સ લીલી ઝંડી આપી

હિન્દ ન્યુઝ, મહીસાગર

     મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે આરોગ્યની વિશેષ સવલતો સુદ્ર્ઢ કરવા અર્થે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ બે એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 

સરકાર દ્વારા મહીસાગર જિલ્લામાં આરોગ્યને વધુ ઉત્કૃષ્ટ બનાવવા માટે નવી એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી. આ નવી એમ્બ્યુલન્સ મળવાથી આજુબાજુના વિસ્તારના ગામલોકોની આરોગ્યની સુવિધામાં વધારો થશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ, નિવાસી અધિક કલેકટર સી વી લટા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલ સહિત આરોગ્ય વિભાગમાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : જયેશ ડામોર, મહીસાગર

Related posts

Leave a Comment