ભાવનગર તાલુકાના ગણેશગઢ ગામે તા.૦૪/૧૦/૨૦૨૪ ને શુક્રવારના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભાવનગર તાલુકાના ગણેશગઢ ગામે પ્રાથમિક શાળા ખાતે તા.૦૪/૧૦/૨૦૨૪ના રોજ સવારના ૯-૦૦ કલાકે મદદનીશ કલેક્ટર અધિકારીશ્રી,ભાવનગરના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો “સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ગણેશગઢ, વેળાવદર, કાળાતળાવ, રાજગઢ, કોટડા, મીઠાપર, જસવંતપુર, ભડભીડ, ગુંદાળા, અધેલાઈ, નવા માઢીયા, કાળાતળાવ, નર્મદ, સવાઇનગર, સવાઈકોટ, પાળીયાદ, દેવળીયા, ખેતાખાટલી, સનેસ, જુના માઢીયા ગામોને આવરી લેવામાં આવેલ છે.

જેથી આ ગામનાં લોકો આવક,જાતિ,નોન ક્રિમીલેઅર,ડોમીશ્યાલ પ્રમાણપત્રો,રેશનકાર્ડમાં (નામ ઉમેરવા, નામ કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આધારકાર્ડ, મા અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંઘણી, રાજય સરકારના કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામવિકાસ, પંચાયત, સમ।જ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળનાં વ્યક્તિલક્ષી લાભો, સીનીયર સીટીઝનના પ્રમાણપત્રો, દિવ્યાગતાં પ્રમાણપત્રો, સ્કોલરશીપ યોજનાના લાભો, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી તમામ અરજીઓ બાબતે માગણી કરી શકશે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં જે લોકો લાભ લેવા ઇચ્છતા હોય કે કોઈ યોજનાકીય લાભ લેવા ઈચ્છતાં હોય તેઓએ તા.૦૪/૧૦/૨૦૨૪નાં રોજ ગણેશગઢ ગામે પ્રાથમિક શાળા ખાતે આ કાર્યક્રમમાં અરજીઓ રજૂ કરવાની રહેશે. અને આવી અરજીઓને લગત વિભાગોના સબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ પર નિકાલ કરવામાં આવશે તો આ કાર્યક્રમમાં પોતાની માંગણી રજુ કરવા માંગતા લોકોએ તા.૦૪/૧૦/૨૦૨૪ના રોજ ગણેશગઢ ગામે નિયત સમયે ઉપસ્થિત રહેવા મામલતદાર દ્વારા જણાવવામાં આવે છે.

Related posts

Leave a Comment