સિહોર આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશસત્ર ૨૦૨૫ માટે એડમિશન ફોર્મ ૩૦ જૂન સુધી ભરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

સરકારી આઈ.ટી.આઈ. સિહોર ખાતે ચાલતા વિવિધ ટ્રેડો વેલ્ડર, ફિટર, વાયરમેન, ટુ-વ્હીલર, કોપા, H.S.I , રેફ્રીજરેશન, પ્લમ્બર વગેરે ટ્રેડમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. આઈ.ટી.આઈ. સિહોર ખાતે વિનામૂલ્યે એડમિશન ફોર્મ ભરી આપવામાં આવે છે. વધુ માહિતી માટે આઈ.ટી.આઈ.- સિહોરનો રૂબરૂમાં સંપર્ક કરવા આઈ.ટી.આઈ. સિહોરની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

Related posts

Leave a Comment