તા.૨૬ જૂનથી તા.૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવશે

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા.૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવ અંગે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સર્વે જિલ્લાના અધિકારી-કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન

જિલ્લા કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાઈ 

    સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તા.૨૬ જૂનથી તા.૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવશે. જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તમામ જિલ્લાના અધિકારીઓ/ પદાધિકારીઓ સાથે શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ સંદર્ભે બ્રિફિંગ મીટીંગ યોજાઈ હતી. આ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ મહાનગરપાલિકા કચેરી સભાખંડ ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી બન્યા હતા.

Related posts

Leave a Comment