ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષનો અત્યાર સુધી સરેરાશ ૨૨૫ મી.મી. વરસાદ નોંધાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકામાં અત્યાર સુધીનો સરેરાશ ૨૨૫ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કોડિનાર તાલુકામાં ૩૦૨ મી.મી. અને સૌથી ઓછો વેરાવળ-પાટણમાં ૧૩૧ મી.મી. વરસાદ નોંધાયો છે.

છેલ્લા થોડા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં મેઘ મહેર થઇ રહી છે. જેમાં અત્યાર સુધીના વરસાદના આંકડા જોઇએ તો, ગીરગઢડામાં ૧૭૮ મી.મી., તાલાલામાં ૨૭૯ મી.મી. વેરાવળ-પાટણમાં ૧૩૧ મી.મી. સુત્રાપાડામાં ૨૫૦ મી.મી. કોડિનારમાં ૩૦૨ મી.મી. અને ઊના તાલુકામાં ૨૧૦ મી.મી. વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લામાં અત્યાર સુધી કુલ સરેરાશ ૨૨૫ મી.મી. વરસાદ પડ્યો છે. 

આ મોસમના કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો જિલ્લામાં સૌથી વધુ વરસાદ કોડિનાર તાલુકામાં ૩૦૨ મી.મી. નોંધાયો છે, જ્યારે વેરાવળ-પાટણ તાલુકામાં સૌથી ઓછો ૧૩૧ મી.મી. વરસાદ નોંધાયો છે.


Advt.

 

Related posts

Leave a Comment