હિન્દ ન્યુઝ, રાજકોટ
તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
હોકી સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે તા. ૨ થી ૧૧ ઓક્ટોબર દરમ્યાન તેમજ સ્વિમિંગની વિવિધ કેટેગરીની સ્પર્ધાઓ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ, કોઠારિયા રોડ ખાતે તા. ૨ થી ૮ ઓક્ટોબર દરમ્યાન યોજાનાર છે.
મહિલા હોકી ટીમ
પૂલ A | પૂલ B |
ઓડિશા | કર્ણાટક |
હરિયાણા | ઝારખંડ |
ઉત્તર પ્રદેશ | પંજાબ |
ગુજરાત | મધ્ય પ્રદેશ |
પુરુષ હોકી ટીમ
પૂલ એ | પૂલ બી |
હરિયાણા | તમિલનાડુ |
મહારાષ્ટ્ર | કર્ણાટક |
પશ્ચિમ બંગાળ | ઝારખંડ |
ગુજરાત | ઉત્તર પ્રદેશ |
તા. ૦૯-૧૦-૨૦૨૨નાં હોકી મેચનો કાર્યક્રમ
M # | તારીખ | સમય
(hours) |
કેટેગરી | પૂલ | ટીમ | vs | ટીમ |
૧ | દિવસ ૮
૯ ઓક્ટોબર ૨૦૨૨ |
10:00 | મહિલા | SF2 | હરિયાણા | Vs | ઝારખંડ |
૨ | 15:30 | મહિલા | SF2 | મધ્ય પ્રદેશ | Vs | પંજાબ |