અવસર લોકશાહીનો “આપણા સૌનો એક જ નિર્ધાર, બાકી ન રહે કોઈ મતદાર”

હિન્દ ન્યુઝ, બોટાદ

“હું અચૂક મતદાન કરીશ” લોકશાહીના સૌથી મોટા ઉત્સવ એટલે કે ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકોમાં ઉત્સાહ જળવાય તે માટે ચૂંટણી તંત્રએ વિવિધ પ્રયોગો હાથ ધર્યાં છે.ત્યારે બોટાદ જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત લોકો મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લામાં નાગરિકો પાસેથી અલગ અલગ કાર્યક્રમોમાં આ મોકો મતદાન કરવાને કાજે, આગળ આવો લોકો, લોકશાહી આપણાંથી, મતદાન કરો ગર્વથી, મતદાન એ જ લોકહિતનું કાર્ય, આપણો મત અમૂલ્ય, અવશ્ય મતદાન કરીએ, મતદાન કરી નિભાવી નૈતિક ફરજ છે, લોકશાહીની નમ્ર અરજ, મતદાન એ આપણી પવિત્ર ફરજ છે, તેવા શપથ લેવડાવવામાં આવ્યાં હતાં.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment