દિયોદર કોવિડ કેર સેન્ટરમાં સેવા કરી રહેલા મુઠ્ઠી ઉછેર માનવીઓ

હિન્દ ન્યૂઝ, દિયોદર

    બનાસકાંઠામાં વર્તમાન સમયે કોરોના ભય થી લોકો થર થરે છે. કોરોનાની મહામારીથી અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હાલની સ્થિતિમાં લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. તો પરિવારની ચિંતા પણ કરી રહ્યા છે. ત્યારે કોરોના ની મહા મારી મા આજે એવા વ્યક્તિ વિશેષની વાત કરવી છે, કે પોતાના જીવની પરવા કર્યા વિના સતત રાત દિવસ કોરોનાની મહામારી માં લોકોની નાની નાની મદદ કરી, લોકોને સહયોગ આપી રહ્યા છે, ત્યારે આ સેવાભાવી વ્યક્તિઓ ગમે ત્યાં જગ્યાએ નિ:સ્વાર્થ સેવા, ખબર અંતર પૂછવા, દર્દી ને પાણી સુધી કોરોના ગભરાયા વગર નિઃ સંકોચે અવિરત સેવા કાર્યો ચાલુ રાખે છે, દિયોદર એક એક વ્યક્તિ ના હર્દય મા સ્થાન છે, એવા પ્રદિપભાઇ શાહ ઉર્ફે બકાભાઈ ના હુલામણા નામથી ઓળખાતા અને (ભારત વિકાસ પરિષદ ના પૂર્વ પ્રમુખ), જામાભાઈ પટેલ શિક્ષક (ભારત પરિષદ પ્રમુખ), અમરતભાઈ ભાટી રાવણા રાજપૂત સમાજ ના આગેવાન, નાની વયના પણ કોઈ પણ કામ માટે ખડે પગે રહેનારા ચિરાગભાઈ ત્રિવેદી (મહામંત્રી દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિ મહામંત્રી ), સેવનતીભાઈ ઠક્કર ઉર્ફે ઘનાભાઈ તેમજ પૂર્વ સરપંચ સારદાબેન અખાણી જેઓએ કોરોનાની પહેલી લહેરમાં પોતાના જીવની પરવા કર્યા વગર અનેક સેવાઓ કરતા જોવા મળ્યા હતા ત્યારે કોરોના બીજી ઘાતક લહેરમાં પણ પોતાના જીવનની અને પરિવારની ચિંતા કર્યા વગર સતત લોકોની મદદ કરી રહ્યા છે .જેમાં ઉકાળાનું વિતરણ હોય, કોરોના દર્દી ની સાર સંભાળ હોય, ભારત વિકાસ પરિષદ હોય કે લાયન્સ ક્લબ દિયોદર હોય કે પછી અન્ય કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરતા લોકો સાથે જોડાઈ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. બે દિવસ પહેલાં જ દિયોદર ભારત વિકાસ પરિષદના બે સદસ્યો અમરતભાઇ ભાટી અને સેવંતીભાઇ ઠક્કર દ્વારા પંદર પંદર હજાર રૂપિયાનું દાન દિયોદર રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજન માટે અધિક્ષક બ્રિજેશ વ્યાસ ડો.પત્રિક રાઠોડ ને અર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ભારત વિકાસ પરિષદ ના કાર્યકરો છેલ્લા ઘણા સમય પૂર હોનારત, દુષ્કાળ, અતિવૃષ્ટિ ના પ્રકોપ વખતે સેવા કાર્ય સાથે સંકળાયેલા છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment